વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથક હદ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છેદરવા ચોકડી નજીક આવેલા એક ઘરના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે . ખાસ વાત એ છે કે આરોપીએ ખાડો ખોદી જમીનમાં દારૂ છુપાવ્યો હતો. અને LCB પોલીસ ને બાતમી ન આધારે કુલ 909 બોટલ દારૂ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂપિયા 1 લાખ 95 હજારથી વધુ છે. કાર્યવાહી દરમિયાન આરોપી ઘરેથી ફરાર થયો હતો, જેને લઈ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે