ભુજ: શી-ટીમ દ્વારા 'અનંતમ' કાર્યક્રમમાં સુરક્ષા અંગે માર્ગદર્શન
Bhuj, Kutch | Apr 6, 2026 શી-ટીમ દ્વારા 'અનંતમ' કાર્યક્રમમાં સુરક્ષા અંગે માર્ગદર્શન લાયન્સ ક્લબ ભુજ આયોજિત 'અનંતમ' પ્રોગ્રામમાં ભુજ શહેર પોલીસ શી-ટીમે હાજરી આપી હતી. ટીમ દ્વારા નાગરિકોને સાયબર ક્રાઈમ, ટ્રાફિક નિયમો, મહિલા સુરક્ષા કાયદા અને ભારતીય ન્યાય સંહિતા વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ સાથે છેડતી, પોક્સો અને હેલ્પલાઇન નંબર 112 તથા 1930 અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.