મણિનગર: રખિયાલ વોર્ડના કોંગ્રસ કાર્યકરના શહેર પ્રમુખ પર ટિકિટ માટે પૈસા લીધાનો આક્ષેપ
આજે શુક્રવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ રખિયાલ વોર્ડના કોંગ્રેસ કાર્યકરે શહેર પ્રમુખ પર ટિકિટ માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.ટિકિટના બહાને 1 લાખ રૂપિયા લીધા હોવાનો દાવો કર્યો હતો. રખિયાલ વોર્ડના મહિલા કાર્યકર ભાવના ગુપ્તાએ આક્ષેપ લગાવ્યા હતા.