ભુજ: સ્મૃતિવનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સન્માનમાં સંચાલકે બોલ્યું ગોપાલ ઇટાલિયાનું નામ.....ને થઈ જોવા જેવી
Bhuj, Kutch | Nov 6, 2025 સ્મૃતિવનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સન્માન માટે ગોપાલ ઇટાલિયાનું નામ ગુંજ્યું, ને થઈ જોવા જેવી. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે ભુજ આવ્યા હતા અને સ્મૃતિવનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. એક પછી એક આગેવાનો બુક વડે તેમનું સન્માન કરતા હતા. આ સમયે કાર્યક્રમ માં એન્કરિંગ કરનાર શખ્સે વાટયો ભાંગરો, પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નું નામ લીધું મંચ પર. પછી થઈ જોવા જેવી...