નાંદોદ: નર્મદાના અકુવાડા ખાતે આંગણ ઉત્સવનું આયોજન, લાભાર્થીઓને અપાયા રાશન અને ઈનામ
નર્મદા જિલ્લાના અકુવાડા ખાતે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં 'આંગણ ઉત્સવ' કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં લાભાર્થીઓને રાશન, બાળકોને ફળ-લાડુનું વિતરણ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું.