માળીયા: તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમ ઝડપાયો
Maliya, Morbi | Jun 30, 2025 માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે આરોપી સુરેશ ઉર્ફે વિજય ધરમશીભાઈ ધોળકિયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પડતા આરોપીના રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 72 બોટલ કિંમત રૂપિયા 60 હજારનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂના ધંધામાં આરોપી ધવલ રાયધનભાઇ કોઠીવાલાની સંડોવણી કબુલતા પોલીસે ધવલને ફરાર દર્શાવી બંને સામે ગુનો નોંધ્યો છે.