મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા કથિત ફાયરિંગના મામલે એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ ઓડિયોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનિલ પંડિત અને હરમાન સંધુનાં નામ પણ સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં સામે આવી રહ્યાં છે.
જોકે, વાયરલ ઓડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. આ મામલે સત્તાવાર તપાસ અને સંબંધિત એજન્સીઓની પુષ્ટિ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
ખાસ નોંધ: આ ઓડિયોની પુષ્ટિ ઈન્ડિયા નાઇન ન્યૂઝ કરતું નથી. દર્શકોએ વાયરલ ઓડિયોના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં સત્તાવાર માહિતીની રાહ જોવી.
#tigershroff #tigershrofffanss #breaking #breakingnews #latestnews