ઉમરેઠ: સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલથી બાઇક રેલી યોજાઈ, જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા
Umreth, Anand | Apr 12, 2026 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 23મી એપ્રિલના રોજ મતદાન યોજનાર છે. ત્યારે મતદારોમાં જાગૃતતા આવે તે માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતેથી બાઈક રેલી યોજાઇ હતી યોજાયેલ રેલીમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.