વાલોડ: વાલોડના ભીમપોર ગામની શાળામાં જીવંત વીજતાર તૂટ્યો, મોટી દુર્ઘટના ટળી
Valod, Tapi | Oct 23, 2026 તાપીના વાલોડના ભીમપોર પ્રાથમિક શાળાના કેમ્પસમાં ખેતીવાડીનો જીવંત વીજતાર તૂટી પડતા અફરાતફરી મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગ્રામજનોએ વીજ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી તમામ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે.