ઘાટલોડિયા: રાણીપમાં ઢોર પકડ કામગીરીમાં રૂકાવટ બદલ ફરિયાદ
રાણીપ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન લુખ્ખાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. AMCની ટીમ જ્યારે ઢોર પકડી રહી હતી, ત્યારે એક સ્થાનિક યુવતી અને અન્ય વ્યક્તિએ આવીને ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું. સરકારી કર્મચારીઓને અપશબ્દો બોલી ધમકી આપતા, આખરે AMCએ કામગીરીમાં અડચણ ઊભી કરનારા આ તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.