કાલોલ: વેજલપુર પોલીસે ખુલ્લા ખેતરમાં રેઇડ પાડી ૨૬૫ કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપ્યો, રૂ. ૫૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત
વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર ગૌવંશ કતલની પ્રવૃત્તિઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વેજલપુર ઘુસર રોડ પર આવેલા જૂના સ્મશાન પાછળ ખુલ્લા ખેતરમાં રેઇડ પાડીને કુલ ૨૬૫ કિલોગ્રામ ગૌમાંસ અને અન્ય કતલના સાધનો સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક આરોપી ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૫૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.