મેઘરજ: મેઘરજ અને શામળાજીમાં સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી, પરવાના સસ્પેન્ડ
મેઘરજના પાણીબાર અને શામળાજીની મંડળીમાં ગેરરીતિ પકડાતા પુરવઠા તંત્રએ પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. તપાસ દરમિયાન અનાજના જથ્થામાં વધ-ઘટ અને ખાતર મળી આવતા 1.16 લાખથી વધુનો દંડ વસૂલવા હુકમ કરાયો છે.