ગોધરા: ગાંધી જયંતીએ ગોધરામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા
ગાંધી જયંતીએ ગોધરામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા,2 ઓક્ટોબર, ગાંધી જયંતીના પાવન અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વંદન સાથે ગોધરામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.‘સ્વચ્છતા, સ્વસ્થતા અને સ્વરાજ્ય તરફ એક પગલું’ના મંત્રને સાકાર કરવાના હેતુથી સૌપ્રથમ ગોધરા હિન્દુ સ્મશાન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર્તાઓએ શ્રમદાન કરી સફાઈ કામગીરી કરી હતી.