ભાવનગર શહેર: કુંભારવાડા ખાતે રહેતા શખ્સને SOG ટીમે કફ સીરફના જથ્થા સાથે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jul 20, 2026
ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર એસઓજી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ હતા. તે દરમિયાન ભાણગઢ નજીકથી કફ સીરપના જથ્થા સાથે કુંભારવાડા વિસ્તારમાં રહેતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને જેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.