અમદાવાદમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને કાળા ઝંડા બતાવી હાય હાયના નારા લાગ્યા છે. સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ સરસપુર-રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા.