તળાજા: દાઠા પોલીસની ઝડપી કાર્યવાહી, પોક્સો કેસનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીને ભોળવી તેની સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે દાઠા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ દાઠા પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી ખંઢેરા ગામના 25 વર્ષીય મુકેશ ઉર્ફે મુકો મગનભાઈ વાળાને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચ