વિજાપુર: વિજાપુર ગવાડા મહાદેવપુરાપાટીયા પાસે થયેલા અકસ્માતમાં બે વૃધ્ધાનામોત અકસ્માત કરી નાસી જનાર ચાલકને ઝડપી પાડવા પોલીસની તપાસ
વિજાપુર ગવાડા મહાદેવપુરા પાટીયા પાસે ગત ગુરુવારે બપોરે થયેલા અકસ્માતમાં બે વૃદ્ધા નું મોત નિપજ્યું હતું. ગાડી ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો.પોલીસ મથકે મૃતક ના પુત્ર મનુજી ઠાકોરે નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શનિવારે સાંજે ચાર કલાકે અકસ્માત કરી નાસી જનાર અજાણ્યા ચાલક ને ઝડપી પાડવા માટે વિવિધ સોર્સ નો ઉપયોગ કરી તપાસ હાથ ધરી છે.