જેસર: જેસરમાં નજીવી બાબતે યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો
જેસરમાં નજીવી બાબતે યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો જેસર તાલુકાના કોબાડીયા ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ગામમાં ખેતીકામ કરતા 31 વર્ષીય હર્ષદ મકવાણા તેમના મિત્ર માવજી સાથે વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના જ વિનુ અને તેમના દીકરા ભોડીયાએ દારૂના નશામાં તેમને રોકી "અમારા ધંધામાં પંચાયત નહીં કરવાની" કહી ગાળાગાળી શરૂ કરી હતી.