કાલોલ: વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ‘કુંભકર્ણ’ની નિંદ્રામાં! પ્રજામાં ભારે રોષ. રજૂઆત છતાં કાર્યવાહી નહી
વેજલપુર ઉર્દુ શાળા પાસે જાહેર માર્ગો પર કચરાના પહાડો ખડકાયા છે. આ કચરામાં ડુક્કરો અને રખડતા પશુઓ મોઢું મારી રહ્યા છે, જેના કારણે ગંદકી આખા રસ્તા પર ફેલાઈ રહી છે. શાળાએ ભણવા જતા માસૂમ ભૂલકાઓએ દરરોજ આ ગંદકી અને અસહ્ય દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો અહીં કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે, તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત પાસે દર વર્ષે સફાઈ અને વિકાસકામો માટે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ આવે છે વેજલપુર ગ્રામ પંચાયતના ચોપડાઓ