ખંભાત: શહેર પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ખાવાયેલ મોબાઈલને શોધી કાઢી મૂડ માલિકને પરત કર્યું
ખંભાતના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક અરજદારનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હતો. જે બાબતે અરજદારે મોબાઈલ ફોન ગુમ થયાની ફરિયાદ ખંભાત શહેર પોલીસ મથકે નોંધાવી હતી.જો કે મોબાઈલ ફોન ખોવાયા બાદ બંધ હાલતમાં જણાઈ આવ્યું હતું.ખંભાત શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.જેમાં મોબાઈલ ફોન એક્ટિવેટ થતા જ તેને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો અને તેનો કબજો લઈ મૂળ મોબાઈલના માલિકને બોલાવીને પરત કર્યું હતું.આ અંગે અરજદારે ખંભાત શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.