ગળતેશ્વર: ગળતેશ્વર-ઠાસરા તાલુકાના ક્ષત્રિયોએ બડેવિયા મંદિર ખાતે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા લીધી
ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો છે, જેમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ક્ષત્રિયોએ ફુલબાઈ માતાના મંદિરે એક જૂથ થઈ રૂપાલાની ટીકીટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે મક્કમ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.