રાજકોટ પૂર્વ: અગ્નિ કાન મુદ્દે શાળા કોલેજો સજ્જડ બંધ રહી, પોલીસે રોહિતસિંહ રાજપૂત સહિત NSUIના 20 કાર્યકરોની અટકાયત કરી
કોંગ્રેસે આપેલા બંધના એલાનને પગલે આજે શાળા કોલેજો સજ્જડ બંધ રહ્યા હતા. તેમજ વેપાર ધંધા તથા રોજગારો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જે દુકાનો ખુલ્લી હતી તેને NSUIના કાર્યકરોએ વિનંતી કરીને બંધ કરાવી હતી.ત્યારે આજે સવારે 11 વાગ્યે સ્વામિનારાયણ મંદિર પાસે પોલીસે NSUI ના કાર્યકરોની અટકાયત કરી હતી. જે વાતનો NSUIના કાર્યકરોએ વિરોધ કરતા પોલીસના ધાડેધાડા સ્થળ પર ઉતારવામાં આવ્યા હતા અને રોહિત સિંહ રાજપૂત સહિત NSUIના 20 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.