રાજકોટના કુંડિયા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવકને તેના જ મિત્રોએ ચા-નાસ્તા માટે ઘરની બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારનો ગંભીર આરોપ છે.
મૃતકના પિતા રણજીતભાઈના જણાવ્યા અનુસાર, હુમલો કર્યા બાદ આરોપીઓ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તેના જ ઘર નજીક ફેંકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટના બાદ પરિવાર ભારે આક્રોશમાં છે. પીડિત પરિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "જ્યાં સુધી પાંચેય આરોપીઓની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં."
Udhna, Surat | Jul 28, 2026