પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. પતંગ ચગાવતી વખતે સાવચેતીના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે વિંઝોલ ગામમાં એક 8 વર્ષીય બાળક ધાબા પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હાલ બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના વિંઝોલ ગામે રહેતો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવવાના આનંદમાં મશગૂલ ક્રિષ્ના અચાનક સંતુલન ગુમાવ