મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા લીમખેડા સ્થિત RSETI કેન્દ્રની મુલાકાત લીધી
મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ચાલી રહેલી તાલીમ પ્રવૃત્તિઓ, સ્વરોજગારલક્ષી કોર્સ તેમજ લાભાર્થીઓને આપવામાં આવતી માર્ગદર્શન સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટરે તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી તેમજ સ્વરોજગાર ક્ષેત્રે વધુમાં વધુ યુવાનોને તાલીમ અને માર્ગદર્શનનો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમણે RSETI કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કૌશલ્ય આધારિત તાલીમને વધુ અસરકારક બનાવી સ્વરોજગારની નવી તકો ઉભી કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
Dohad, Dahod | Aug 1, 2026