ગોધરા: ગોધરા શહેરના મહોમ્મદી મહોલ્લા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી પોલીસે શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો
ગોધરા શહેરના મહોમ્મદી મહોલ્લા વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગૌરક્ષક સ્ક્વોડ અને બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે 21 એપ્રિલે વહેલી સવારે રહેણાંક મકાનમાં છાપો મારાયો. દરોડા દરમિયાન 145 કિલો શંકાસ્પદ માંસ મળી આવ્યું, જેની કિંમત રૂ. 29 હજાર જેટલી છે. પોલીસે માંસ કબજે કરીને ગૌમાંસ હોવાની આશંકાએ પરીક્ષણ માટે મોકલ્યું. સ્થળ પરથી ફાતેમા અલ્તાફ હુસૈન કલા મળી આવી, જ્યારે ઇરફાન પાડવા ફરાર રહ્યો. પોલીસે જાણવાજોગ નોંધી કાયદેસરન