ખેરાલુ તાલુકાના સમોજા આંગણવાડીમાં લાલિયાવાડીના આક્ષેપો
15થી વધુ બાળકોની નોંધ સામે આકસ્મિક મુલાકાતમાં માત્ર 4 બાળકો હાજર, નાસ્તો-ભોજન અને પાણીની વ્યવસ્થા સામે સવાલો
ખેરાલુ તાલુકાના સમોજા ગામની આંગણવાડીમાં લાલિયાવાડી ચાલતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આંગણવાડીમાં બાળકોને સમયસર નાસ્તો તેમજ બપોરનું ભોજન આપવામાં આવતું ન હોવાની વિગતો ગ્રામજનો તરફથી સામે આવી છે.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં 15થી વધુ બાળકોની નોંધ હોવા છતાં ઓનલાઈન ટીવી ન્યૂઝની આકસ્મિક મુલાકાત દરમિયાન માત્ર ચાર બાળકો જ હાજર જોવા મળ્યા હતા.
ગ્રામજનોની અવારનવાર મળતી રજૂઆતોને પગલે ઓનલાઈન ટીવી ન્યૂઝ દ્વારા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોની ઓછી હાજરી અંગે આંગણવાડી કાર્યકર બહેનને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાળકો દરરોજ આવે છે, પરંતુ આ