પોરબંદર: પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને વિશાળ રેલીનું ભવ્ય આયોજન
પોરબંદરમાં વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન, સ્નેહમિલન અને વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા.