મહેસાણા: જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાં વધુ 8 મતદાન મથકોનો સમાવેશ કરાયો
મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકમાં ગત લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયેલા સંસદીય મતક્ષેત્રના ૧૭.૭૦ લાખ મતદારો માટે ૧,૮૦૨ મતદાન મથકો ઉભા કરાયા હતા. લોકસભાની ચૂંટણી બાદ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કેટલાક મતક્ષેત્રોમાં મતદારોની સંખ્યા વધતા વધુ આઠ મતદાન મથકો ઉભા કરવા ચૂંટણી પંચે મંજૂરી આપી છે.