કાલોલ: કાલોલ હાઇસ્કુલ પાસે ગમખ્વાર અકસ્માત: લક્ઝરી બસે બાઇકને ટક્કર મારતાં એક યુવકનું મોત, એક ઘાયલ
કાલોલ ખાતે એમ.જી.એસ. હાઇસ્કુલ પાસે રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વડોદરાથી મોટરસાયકલ પર પોતાના વતન રાજસ્થાન જઈ રહેલા બે શ્રમિક પિતરાઈ ભાઈઓને પાછળથી આવતી એક બેફામ લક્ઝરી બસે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક ૪૫ વર્ષીય પ્રકાશભાઈ કટારાનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ રાકેશભાઇ કટારા ઘાયલ થયા છે. પોલીસે લકઝરી બસ ચાલકને ઝડપી પાડી ફરિયાદ આધારે ગુનો નોંધી પીએસઆઇ એસ આર મકવાણાએ તપાસ હાથ ધ