અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો. વટવા વિસ્તારના કુતુબનગરમાં શમશુદ્દીન નામના શખ્સે તેની ગર્લફ્રેન્ડ શબનમની હત્યા કરી તેના મૃતદેહને ઘરમાં આવેલા કુવામાં દાટી દીધો હોવાની વિગતો સામે આવતા, પોલીસ દ્વારા અવશેષો શોધવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું .