નડિયાદ: ખાણ ખનીજ વિભાગ દ્વારા બે દિવસમાં નડિયાદ અને ખેડામાં રોયલ્ટી વિના રેતી કપચી લઈ જતા બે ડમ્પર જપ્ત કરાયા.
ખેડા જિલ્લા ખાન ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનન અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળો પર નરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસમાં નડિયાદ ખાન ખનીજ વિભાગ દ્વારા ખેડા અને નડિયાદ પાસેથી રોયલ્ટી વિના રેતી તેમજ કપચી ભરીને લઈ જવામાં આવતા બે ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા.બે દિવસમાં ખાન ખનીજ વિભાગ દ્વારા 60 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.