કાલોલ: કાલોલમાં બકરી ઈદના પર્વને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: શાંતિ અને સુરક્ષા જાળવવા કવાયત
આગામી પવિત્ર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના તહેવારને અનુલક્ષીને કાલોલ શહેરમાં કાયદો, સુવ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાલોલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી સૌહાર્દ જળવાય તેવા આશયથી પોલીસ તંત્ર દ્વારા કાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું આ ફૂટ પેટ્રોલિંગ કાલોલ વિભાગના ડીવાયએસપી નવીન આહિરની સીધી આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆ