કરજણમાં સમાજસેવાનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. કરજણ શિવ યોગ ગ્રુપના સહયોગથી નગરના નવાબજાર વિસ્તારમાં આવેલ બાગમાં મફત આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકાના કંડારી ગામ ખાતે આવેલા સરકારી આયુર્વેદ દવાખાનાના અનુભવી ડોકટરો દ્વારા નગરજનોને નિદાન અને સારવાર આપવામાં આવી. આયુર્વેદિક સારવાર પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.