ભુજ: ભુજ શહેર 'શી' ટીમ દ્વારા કુકમા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
Bhuj, Kutch | Apr 4, 2026 ભુજ શહેર 'શી' ટીમ દ્વારા કુકમા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ભુજ શહેર પોલીસની 'શી' ટીમ દ્વારા કુકમા સ્થિત કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની વાડીમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને સાયબર ક્રાઈમ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. ઉપરાંત, 'ગુડ ટચ-બેડ ટચ' અને હેલ્પલાઈન નંબર 112 તથા 1930 વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.