ખંભાત: કોર્ટે સભાસદ લોનના બાકી પેટે આપેલા 2.63 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની કેદની સજા ફટકારી.
Khambhat, Anand | Oct 11, 2025 ખંભાત ખાતેની નાગરિક સહકારી બેંકમાંથી સભાસદ લોન લઈને નહીં ભરવાનું ભારે પડ્યું છે.2.63 લાખનો આપેલ ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ઉપરાંત 2.63 લાખ ફરિયાદી બેંકને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.