ગોધરા: ગોધરામાં બંધ મકાનનું તાળું તોડી ₹૧.૧૪ લાખના સોનાના દાગીનાની મોટી ચોરી
ગોધરાના બામરોલી રોડ સ્થિત પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹1.14 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. મકાન માલિક મેહુલભાઈ પણાદા પરિવાર સાથે સામાજિક પ્રસંગે વતન ગયા હોવાથી ઘર બંધ હતું. આ દરમિયાન અજાણ્યા ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની ચેઈન, વીંટીઓ, બ્રેસલેટ, મંગળસૂત્ર અને કાનની બુટ્ટીઓ સહિત કિંમતી દાગીના ચોરી લીધા હતા. પરિવાર પરત ફરતા ઘટનાની જાણ થઈ હતી. ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા