ગોધરા: ઘરફોડ ચોરીના ગુનામાં ૨ રાઇફલ ચોરનારો વોન્ટેડ આરોપી અબ્દુલ સત્તાર બાંડી ભટુક પ્લૉટ પાસેથી ઝડપાયો
ગોધરામાં ઘરફોડ ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી અબ્દુલ સત્તાર બાંડીને પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. પોલીસને હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમી આધારે ભટુક પ્લોટ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરીને પકડી લેવાયો. આરોપી પાસેથી બે બારાબોર રાઇફલ ચોરી થયેલી હોવાની માહિતી સામે આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશ