ભુજ: ચેક પરતના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની કેદ
Bhuj, Kutch | Apr 5, 2026 ચેક પરતના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની કેદ ભુજમાં એલ્યુમિનિયમ સેક્શનના વેપારી પાસેથી રૂા. 75 હજારનો માલ ખરીદી તે પેટે આપેલો ચેક પરત ફરતા કોર્ટે કડક કાર્યવાહી કરી છે. ભુજના બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી રીઝવાન ઇસ્માઇલ લુહારને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રૂા. 1,00,312 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.