ચીખલી: નશાબંધીના કાયદાનુ ઉલ્લંધન કરનાર ઈસમને કાયદાનુ ભાન કરાવતી ચીખલી પોલીસ
ગ્રામપંચાયત ચુટણી મતગણતરીના દીવસે વિજય સરઘસમાં વિદેશી દારૂની આટલી વડે દારૂની છાંટો ઉડાવતો વિડીયો વાયરલ થયેલ છે. જે બાબતે બાબુભાઇ મંગુભાઇ પટેલ ઉ.વ.૪૬ ધંધો મજુરી રહે ઘેકટી વડ ફળીયા તા.ચીખલી જી.નવસારી નાએ પોલીસ સમક્ષ માફી માંગેલ હોય અને હવે પછી બીજીવાર આવુ નહીં થાય તેવી બાંહેધરી આપેલ છે, આમ કાયદામાં રહેશો તો જ ફાયદામા રહેશો ના સુત્રને સાર્થક કરેલ છે.