ડીસા શહેર: મુડેઠા ગામે જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન સમારોહ યોજાયો, બનાસ બેંકના ચેરમેન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા....
Deesa City, Banas Kantha | Nov 5, 2025
ડીસા તાલુકાના મુડેઠા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મુડેઠા જિલ્લા પંચાયત સીટનો આયોજિત સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યકરોને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં ભીલડી ભાજપ પ્રમુખ ગમનસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ પનસિંહ, ગોવિંદભાઈ મોદી વગેરે હાજર રહ્યા હતા