નવસારી: જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદની ધોધમાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
નવસારી જિલ્લાના તમામ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ. નવસારી,જલાલપોર અને ચીખલી તાલુકામાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો. ગણદેવી, ખેરગામ અને વાંસદા તાલુકામાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. સવારથી પડી રહેલા વરસાદના કારણે શહેરના અમુક માર્ગો પર ભરાયા પાણી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. બે દિવસથી હાથ કાઢી આપતા વરસાદે આજે ધમાકેદાર બેટિંગ કરી.