જેસર: રાણી ગામમાં ઘુસેલા દીપડાનું સફળ રેસ્ક્યુ, વન વિભાગે પાંજરે પુર્યો
રાણી ગામમાં ઘુસેલા દીપડાનું સફળ રેસ્ક્યુ, વન વિભાગે પાંજરે પુર્યો રાણી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ઘુસી આવેલા દીપડાને લઈને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જેસર વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફે સાવચેતીપૂર્વક કામગીરી કરીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં પકડી લીધો હતો. ત્યારબાદ દીપડાને ગ્રામ પંચાયત કચેરીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો