કાલોલ: ગોધરા હાઇવે રોડ પર આવેલ સરસ્વતી શિશુ મંદિર પાછળ નિર્માણાધીન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કાલોલમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી પ. પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી કાલોલની ભૂમિ ઉપર ભવ્ય અને દિવ્ય શિખરબધ્ધ હરિ મંદિરના પ્રથમ સોપાનરૂપે સરસ્વતી શિશુ મંદિર પાછળ નિર્માણાધીન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાધુ બ્રહ્મજીવનદાસ કોઠારી શ્રી ગોધરા, સાધુ વરણિરાજ દાસ અને સાધુ કેશવપ્રિય દાસ હાજર રહ્યાં હતાં. તેમજ બે દિવસ પારાયણ સંત પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું.