ભુજ: ચેક બાઉન્સ કેસમાં આરોપીને 1 વર્ષની સજા, ₹2.44 લાખ ચૂકવવાનો કોર્ટનો આદેશ
Bhuj, Kutch | Jul 12, 2026 હાથઉછીની રકમના બદલામાં આપેલો ચેક બાઉન્સ થતાં દાખલ થયેલા કેસમાં કોર્ટે આરોપી લાલજી બચુભાઈ બારોટને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદી રાજુભા રમુભા જાડેજાને 9% વ્યાજ સહિત ₹2,44,500 ચૂકવવાનો આદેશ કર્યો છે. રકમ નહીં ચૂકવે તો વધુ છ માસની કેદ ભોગવવી પડશે.