મણિનગર: ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આજે ગુરુવારે ૫ વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેમાં અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારોને ટેલીફોનીક જાણ કરીને ઉમેદવાર જાહેર કરી દીધા છે.ત્યારે અસંતોષના પગલે વિરોધ જેવી ઘટનાઓ ન ઘટે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમા તમામની તપાસ કરીને નિયત કરેલા વ્યક્તિઓને જ કાર્યાલયમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.