ગોધરા: મોરવા હડફ વિધાનસભા વિસ્તારના અંતરિયાળ આદિવાસી ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની રજૂઆત
અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક માટે ધારાસભ્ય નિમિષાબેન સુથારની રજૂઆત મોરવા હડફ વિધાનસભા વિસ્તારના અંતરિયાળ આદિવાસી ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય નિમિષાબેન સુથારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે 8 જુલાઈ ના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના હારેડા, વનેડા, રતનપુર મેત્રાલ સહિત મહ