પૂરની સ્થિતિ વચ્ચે પાંડેસરામાં સરેઆમ ફાયરિંગથી સનસનાટી..
સુરતના પાંડેસરા વિસ્તારની ગીતા નગર સોસાયટીના 'તેરે નામ રોડ' પર સાંજના સમયે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો..
પ્રાથમિક માહિતી મુજબ, બે મહિના જૂના છેડતીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું..
ફાયરિંગ બાદ આરોપી હથિયાર લહેરાવતો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ગોળીબારના અવાજથી મહિલાઓ અને બાળકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ..
ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો.
સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આસપાસના CCTV ફૂટેજની તપાસ પણ હાથ ધરાઈ છે.
#BreakingNews #Surat #Pandesara #Firing #CrimeNews SuratPolice GujaratNews SuratUpdates
Udhna, Surat | Jul 8, 2026