કડી: કડી તાલુકાના વલાવડી ગામે થી ઘર આગળ પાર્ક કરેલ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતા ફરીયાદ
Kadi, Mahesana | Oct 24, 2025 ગઈ તારીખ 19 ઓક્ટોબર ની રાત્રે કડી તાલુકાના વલાવડી ગામે રહેતા અજમલભાઈ તળજાભાઈ રબારી એ પોતાનું મોટરસાયકલ નં.GJ 02DS 3753 નું અને આશરે 80,000 ની કિંમતનું પોતાના ઘર આગળ પાર્ક કર્યું હતું.જે ગઈ તારીખ 19 ઓક્ટોબર ના રોજ સવારે ઉઠી જોતા દેખાયું ન હતુ.જેથી આજુબાજુ તપાસ કરી હતી.તેમ છતાં ના મળી આવતા તેમને ઓનલાઇન ફરીયાદ કરી હતી.જે આજ રોજ એટલે કે 21 ઓક્ટોબર ના રોજ બાવલું પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ કાયદેસર  ફરિયાદ નોંધાવી હતી