ભુજ: ‘એકના પાંચ’ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરતા ભુજના બે શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Apr 7, 2026 ‘એકના પાંચ’ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરતા ભુજના બે શખ્સો ઝડપાયા ભુજમાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી ‘એકના પાંચ લાખ’ અને ‘પાંચના પંદર લાખ’ કરવાની લાલચ આપતા વીડિયો વાયરલ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરતા ઇમરાન સુમરા અને મોસીમ સુમરા નામના બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.